બાબરા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.આર. પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસે લાંબા સમયથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. બાબરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એક્ટની વિવિધ કલમો મુજબ નોંધાયેલા ગુનામાં છેલ્લા અંદાજે આઠ મહિનાથી નાસતા ફરતા આરોપી કુલદીપભાઈ ભાભલુભાઈ ખાચર (ઉંમર ૨૭), રહે. મોટા સયડા, તા. જી.બોટાદને પોલીસે ટેક્નિકલ વર્કઆઉટ તેમજ હ્યુમન સોર્સની ચોક્કસ માહિતીના આધારે ટ્રેક કરીને ઝડપી પાડ્‌યો હતો. આરોપીની ધરપકડ કર્યા બાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.