અમરેલી શહેરમાં એક વેપારીને તેમની દુકાનની પાછળ પેશાબ કરવા ન જવા અંગે કહી ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આ અંગે વેપારી સંજયભાઇ રવજીભાઇ કાનાણી (ઉ.વ.૫૩)એ મેરામભાઇ આહિર નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, વેપારી જ્યારે પોતાની દુકાને હાજર હતા ત્યારે આરોપીએ આવીને તેમને દુકાનની પાછળ પેશાબ કરવા નહીં જવા બાબતે ઉગ્ર બોલાચાલી કરી ગાળો ભાંડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આટલું જ નહીં, આરોપીએ ત્યારબાદ બાજુમાં આવેલી સાહેદની (સાક્ષીની) દુકાને જઇ પુલાવ માંગ્યો હતો. જો કે, સાહેદે બધો પુલાવ ખલાસ થઇ ગયો હોવાનું કહેતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને સાહેદને પણ ગાળો આપી મોં પર બે લાફા મારી દીધા હતા. આ મામલે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ. બી. સૈયદ વધુ તપાસ ચલાવી રહ્યા છે.