રાજુલાના એક યુવક સામે સગીરાના અપહરણની ફરિયાદ નોંધાઈ છે. સગીરાના પિતાએ રાજુલાના સુનીલભાઇ રમેશભાઇ સોલંકી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપી તેમની પુત્રી સગીર વયની હોવાનું જાણતો હોવા છતાં, લગ્ન કરવાના ઇરાદે લલચાવી-ફોસલાવી બદકામ કરવાના હેતુથી તેના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી ગયો હતો. રાજુલા પોલીસ સ્ટેશનના પી.આઈ. વી. એમ. કાલોદરા આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.










































