સાવરકુંડલા શહેરમાંથી દારૂની બે બોટલ સાથે એક યુવક ઝડપાયો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મણીભાઇ ચોક, કર્ણાવતી દાબેલીની સામે રોડ ઉપરથી આ યુવકને અટકાવી તેની તલાશી લેતાં તેની પાસેથી વિદેશી દારૂની બે બોટલ મળી આવી હતી.આ ઉપરાંત, જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાંથી વધુ ૪ લોકો વગર પાસ-પરમિટે કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતાં મળી આવતા પોલીસે તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.