રાજુલાના આગરીયા ગામે રહેતી એક સગીરાને ભાવનગરના મહુવા તાલુકાના દયાળ ગામનો યુવક ભગાડી ગયો હતો. આ અંગે સગીરાના માતાએ દયાળ ગામના ધર્મેશભાઈ દાનાભાઈ બારૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપી તેમની સગીર દીકરીને લગ્ન કરવાના ઈરાદે લલચાવી, ફોસલાવી, ભોળવી બદકામ કરવાના ઈરાદે તેમના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો હતો. રાજુલા પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.એમ. કોલાદરા વધુ તપાસ કરી રહ્યા છે.