અમરેલી જિલ્લામાં પોલીસે બે અલગ-અલગ સ્થળેથી જુગાર રમતા કુલ ૧૭ શકુનીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં ખાંભાના ઈંગોરાળા ગામેથી ૧૦ તથા વંડાના સેંજળ ગામની સીમમાંથી ૭ જુગારીઓ પકડાયા હતા.પ્રથમ દરોડામાં, ખાંભાના ઈંગોરાળા ગામે નાના વિસાવદર તરફ જવાના માર્ગે જુજવાના ઘુના પાસે નેવડામાંથી ભાવેશભાઈ કરશનભાઈ સરવૈયા, કિરીટભાઈ ભગવાનભાઈ અખરાટ, અશોકભાઈ પ્રાગજીભાઈ પરમાર, દેવશીભાઈ કડવાભાઈ ડાભી, મહેશભાઈ કાંતિભાઈ પરમાર, બલાભાઈ મનસુખભાઈ વાઘેલા, રોહિતભાઈ અશોકભાઈ પરમાર, ખોડુભાઈ ભીખાભાઈ વાઘેલા, ધીરુભાઈ પરમાર તથા રવિભાઈ અશ્વિનભાઈ પરમાર જાહેરમાં લાઈટના અજવાળે ગંજીપત્તાનાં પાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂ. ૧૨,૦૨૦ સાથે ઝડપાયા હતા.જ્યારે બીજા દરોડામાં, વંડા પોલીસ મથક હેઠળના સેંજળ ગામની સીમમાં ડોણકી નામે ઓળખાતા ડુંગર પાસે પવનચક્કીની લાઈટના અજવાળે જુગાર રમતાં મહેશભાઈ લવજીભાઈ ચુડાસમા, હરેશભાઈ જાદવભાઈ દુદકીયા, હરેશભાઈ સુરેશભાઈ પરમાર, જયંતીભાઈ વિરાભાઈ ચુડાસમા, મથુરભાઈ લાખાભાઈ સોલંકી, અરજણભાઈ પ્રેમજીભાઈ પરમાર સહિતના શખ્સો તીનપત્તીનો જુગાર રમતા રોકડા રૂ. ૧૪,૮૦૦ સાથે ઝડપાયા હતા. પોલીસે બંને સ્થળેથી મળી કુલ રૂપિયા ૨૬,૮૨૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










































