તાજેતરમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સફળતાપૂર્વક પૂર્ણ થતાં, અમરેલી જિલ્લા પંચાયતની ચિતલ બેઠક હેઠળ આવતા ૧૧ ગામોના મતદારોનો આભાર માનવા માટે ચિતલના દેસાઈ કોટેક્ષ ખાતે એક વિશેષ ‘આભાર દર્શન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકશાહીના આ મહાપર્વમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કરી પોતાના પ્રતિનિધિઓની પસંદગી કરી જે વિશ્વાસ દર્શાવ્યો છે, તે બદલ આ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ગુજરાત રાજ્યના કાયદા અને ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયા તેમજ ચિતલ જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકોના ઇન્ચાર્જ અને અગ્રણી ઉદ્યોગપતિ જયસુખભાઈ દેસાઈએ તમામ ૧૧ ગામોના મતદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ મતદારોના આ અજોડ વિશ્વાસને વિસ્તારના સર્વાંગી વિકાસના સંકલ્પમાં પરિવર્તિત કરવાની મક્કમ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમમાં લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પાથર, તાલુકા પંચાયત પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ વિજયભાઈ દેસાઈ,ગુરુકુલ સ્વામી મદનમોહન, દિનેશભાઈ ભુવા,લાલજીભાઈ દેસાઈ, કાળુભાઈ ધામી,નગરપાલિકા પ્રમુખ સંદીપભાઈ માંગરોળિયા,જિલ્લા પંચાયત સભ્ય વિલાસબેન દેસાઈ તથા તાલુકા પંચાયત સભ્ય કાજલબેન તેરૈયા,અરવિંદભાઈ કાકડીયા,સુખદેવ સિંહ સરવૈયા, પત્રકાર હર્ષદભાઈ ત્રિવેદી, રઘુવીરસિંહ સરવૈયા,મુકેશભાઈ ખોખરીયા, હિતેશભાઈ કલકાણી, અશોકભાઈ રામોલીયા, મહેશભાઈ ભાયાણી, જયેશભાઈ નાકરાણી,રમેશભાઈ માંગરોળીયા, મોતીભાઈ કાનાણી, ચેતનભાઈ ધાનાણી, ભરતભાઈ દેસાઈ, મનસુખભાઈ નાડોદા, રાજુભાઈ ધાનાણી, સંજયભાઈ વાળા, હસુભાઈ ધાનાણી, શંકરભાઈ પટેલ, મનસુખભાઈ માંગરોળીયા, લાલજીભાઈ માંગરોળીયા, ગણપતભાઈ સેંજલીયા, કાળુભાઈ વાળા, પ્રવિણભાઈ ડાભી, રવજીભાઈ મોજ, કેશુભાઈ ધાનાણી, સુરેશભાઈ કુંભાણી, પ્રવિણભાઈ તેરવાડીયા, સુરજભાઈ પરમાર, દેવેનભાઈ ધાંધલ, ભુપતભાઈ હપાણી, કૃષ્ણસિંહ સરવૈયા, નરૂભાઈ પંડયા, રણજીતભાઈ વાળા, ઝાલાભાઈ, અરવિંદભાઈ મેશીયા, રમેશભાઈ સોરઠીયા, ચંદુભાઈ બુંધેલીયા, વિઠ્ઠલભાઈ ગજેરા, રાજુભાઈ કાબરીયા, વિનુભાઈ દેસાઈ, નરેશભાઈ સાકરીયા, શાંતિભાઈ પાલડીયા, વિપુલભાઈ જોશી, ચંદુભાઈ પોલરા, એન.ડી. પરમાર, મુનાભાઈ મહાદેવ, ઘનશ્યામભાઈ માંગરોળીયા, જયેશભાઈ ભીમાણી, મુકેશભાઈ લીંબાશીયા, ધનજીભાઈ પાનેલીયા, શરદભાઈ લાખાણી,પ્રતિકભાઈ દાવડા, ઉપેન્દ્રભાઈ રાઠોડ,નીતીનભાઈ દેસાઈ, દિપાભાઈ લીંબાશીયા,નીતીનભાઈ દાવડા,રામભાઈ સાનેપરા સહિત ના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.










































