અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અમરેલી જિલ્લાના શૈક્ષિક મહાસંઘ ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક અને સરકારી માધ્યમિક સંવર્ગની ટીમની ઘોષણા કરવામાં આવી હતી. આ તકે મહાસંઘના પ્રાંત અધ્યક્ષ મિતેષભાઇ ભટ્ટ, મહામંત્રી પરેશભાઈ પટેલ, સંગઠન મંત્રી સરદારસિંહ મછાર, માધ્યમિક સંવર્ગના મહામંત્રી જીતેન્દ્રભાઈ ઠાકર,પ્રાથમિક સંવર્ગના સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી, ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના સંગઠન મંત્રી મૃગેન્દ્રસિંહ સોલંકી, ગુજરાત પ્રાંત મંત્રી ભાભલુભાઈ વરુ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ જિલ્લા ટીમમાં અધ્યક્ષ નિલેશભાઈ કોટડીયા, મહામંત્રી ઘનશ્યામભાઈ આખજા, સંગઠન મંત્રીઃસુરેશભાઈ રાજપરા, કોષાધ્યક્ષ હિરેનભાઈ પેથાણી અને સમગ્ર જિલ્લા ટીમની ઘોષણા કરેલ હતી. સરકારી માધ્યમિક સંવર્ગમાં અધ્યક્ષ ભરતભાઈ મેતરામહામંત્રી જયેશભાઇ પરમારસંગઠન મંત્રી અશ્વિનભાઇ ચાવડા, મહિલા મંત્રી દીપાબેન સોનેજી, કોષાધ્યક્ષ અનિરુદ્ધસિંહ પરમાર તેમજ જિલ્લા ટીમની ઘોષણા કરેલ હતી. પ્રાથમિક સંવર્ગમાં અમરેલી જિલ્લા મહામંત્રી તરીકે ભરતભાઈ બાવીસીની ઘોષણા કરવામાં આવી હતી.










































