ધારી તાલુકાની હિરાવા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ યોજાયો. આ પ્રસંગે ધારી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી મહેશભાઈ સાવલિયા તથા જિલ્લા પંચાયત સભ્યશ્રી ઘનશ્યામભાઈ હિરપરાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મહાનુભાવોના હસ્તે નવપ્રવેશિત બાળકોને શૈક્ષણિક કિટ અર્પણ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાથે જ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાનુભાવોએ બાળકો, વાલીઓ અને શાળા પરિવારને પ્રેરણાદાયી માર્ગદર્શન આપી ઉત્સાહિત કર્યા હતા.