અમરેલી સ્થિત સારહિ યુથ ક્લબ સંચાલિત સારહિ તપોવન આશ્રમ ખાતે આવેલા તપેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થતાં તા. ૨૫ જૂન, ૨૦૨૬ના રોજ પ્રથમ પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ અવસરે સવારે ૮ઃ૩૦ વાગ્યાથી લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. યજમાન તરીકે સારધી યુથ ક્લબના પ્રમુખ મુકેશ સંઘાણી પરિવાર સાથે ઉપસ્થિત રહેશે. યજ્ઞની પૂર્ણાહુતિ સાંજે ૫ઃ૦૦ કલાકે થશે. ઉપરાંત સવારે ૭ઃ૪૫થી ૧૦ઃ૦૦ વાગ્યા સુધી ગાયત્રી યજ્ઞ યોજાશે. આ પવિત્ર પ્રસંગે તમામ ભાવિક ભક્તજનોને પરિવાર સાથે ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા સારધી પરિવાર દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.