બાબરા તાલુકાના નીલવડા રેવન્યુ વિસ્તારમાં વન વિભાગે ગેરકાયદેસર લાકડાંની હેરફેર સામે કાર્યવાહી કરતાં લાકડાં ભરેલો એક આઈસર ટ્રક ઝડપી પાડ્યો હતો.
આર.એફ.ઓ. જે.પી. પટાટની સૂચનાથી રાઉન્ડ ફોરેસ્ટર દીપકભાઈ સોંદરવા, રવિરાજભાઈ ખુમાણ અને જયવીરભાઈ ખાચરે તા. ૨૨ જૂન, ૨૦૨૬ના રોજ પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન આઈસર નંબર GJ03PY કોઈપણ પાસ કે પરમીટ વિના લાકડાંનું પરિવહન કરતો હોવાનું સામે આવ્યું હતું. ટ્રકના ચાલક રાહુલ શીગડ સામે ભારતીય વન અધિનિયમ-૧૯૨૭ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. વન વિભાગે પર્યાવરણને થયેલા નુકસાન બદલ રૂ. ૪૦ હજારનો દંડ વસૂલ કરી વધુ કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ બાબરા અનામત જંગલની ૧.૬ કિમી ત્રિજ્યામાં ગેરકાયદે વૃક્ષછેદન કે લાકડાંની હેરફેર સામે કડક પગલાં ભરવાની ચેતવણી આપવામાં આવી છે.







































