ગમા પીપળીયાની પ્રાથમિક શાળામાં ૧૨મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત એક એક વૃક્ષ ઉછેરવાનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. સ્કૂલના શિક્ષક ભાવેશભાઈએ યોગાસનોના વિવિધ ફાયદા સમજાવ્યા હતા. ભારતીય કિસાન સંઘના બાબરા તાલુકાના પ્રમુખ ભાનુભાઈ એમ.પાનશેરિયાએ આ નિમિત્તે નિમિત્તે જણાવ્યું હતું કે, આસનોથી જેમ શરીર, મન અને વિચારો મજબૂત અને તંદુરસ્ત બને છે. આજે આપણે પર્યાવરણ અને
સૃષ્ટિને મજબૂત અને તંદુરસ્ત બનાવવા તેમજ હિટવેવથી બચવા વૃક્ષો ખૂબ જ જરૂરી છે. તેથી આપણે બધા એક એક વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ લેવો જોઇએ.









































