ચલાલા ખાતે અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિ પ્રેરિત શ્રી એમ.કે. ચંદારાણા કન્યા વિદ્યાલય અને શ્રી દાનેવ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬-૨૭ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીર બાપુ ભગત અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય અને સામૂહિક પ્રાર્થના સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત આગેવાનો દ્વારા શિક્ષણના મહત્વ અને કન્યા શિક્ષણ અંગે પ્રેરણાદાયી સંબોધન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીની કાવ્યા કુભાવતે વૃક્ષોના મહત્વ અંગે અસરકારક વક્તવ્ય રજૂ કર્યું હતું.








































