અમરેલી શહેરના જેસીંગપરા જગાતનાકા પાસે આવેલા વણઝારા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળના સ્થાપના દિવસ નિમિત્તે ઠંડી છાશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પ્રાંત ઉપાધ્યક્ષ મનસુખભાઈ રૈયાણી, ઈન્ડિયા હેલ્થ લાઈનના પ્રાંત અધ્યક્ષ ડો. દેસાણી, રાષ્ટ્રીય મજદૂર પરિષદના પ્રાંત અધ્યક્ષ સુરેશભાઈ સોલંકી, રાષ્ટ્રીય છાત્ર પરિષદના પ્રાંત મંત્રી મજબૂતસિંહ બસીયા, જિલ્લા મંત્રી મહેશભાઈ સોલંકી, વિભાગ અધ્યક્ષ દડુભાઈ ખાચર, કોસાધ્યક્ષ એમ.એમ. પટેલ, રાષ્ટ્રીય બજરંગ દળના જિલ્લા અધ્યક્ષ દિલીપભાઈ બામટા, શહેર મંત્રી ઉદયસિંહ રાજપૂત, જીગ્નેશભાઈ કયાડા, કેસરી હિન્દ સેનાના જિલ્લા અધ્યક્ષ હસુભાઈ દુધાત સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.








































