બગસરાના માવજીંજવા ગામે ‘મારી પત્નીને તમે લઈ ગયા છા’ તેમ કહી તલવાર બતાવી, ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપ્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. આ બનાવ સંદર્ભે મીરાબેન જીગ્નેશગીરી ગોસાઇ (ઉ.વ. ૪૦)એ કુલદીપપરી જયસુખપરી ગોસાઇ સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેઓ પોતાના ઘરે હાજર હતા ત્યારે આરોપી ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો કે, “મારી પત્નીને તમે લઈ ગયા છો, મારી પત્નીને તમે પાછી લઈ આવો.” જેથી મીરાબેને કહ્યું કે, “તે પોતાની મરજીથી તેના ઘરે જતી રહી છે, તેમાં અમે શું કરીએ?” આ સાંભળી આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને હાથમાં તલવાર લઈને આવી જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યો હતો. આ ઉપરાંત તેણે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આલકુભાઈ નજુભાઈ વાળા આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.