અમરેલીમાં મોટા બસ સ્ટેન્ડ પાસેથી બાઈકની ચોરી થઈ હતી. આ બનાવ અંગે અમરભાઈ મહેબુબભાઈ કશીરી (ઉ.વ. ૩૮)એ ચાવંડ ગામના વલકુભાઈ વેગડ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેમણે પોતાનું બાઈક મોટા બસ સ્ટેન્ડ ખાતે નંદન કુરિયર સર્વિસ પાસે પાર્ક કર્યું હતું, જ્યાંથી તેની ચોરી થઈ હતી. આ બાઈકની કિંમત રૂ.૧૦ હજાર દર્શાવવામાં આવી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મેહુલકુમાર વિનુભાઈ મકવાણા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.








































