આગામી મોહરમ પર્વને ધ્યાનમાં રાખી દામનગર શહેર પોલીસ દ્વારા ટાઉન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ તહેવાર સામાજિક સૌહાર્દ, ભાઈચારા અને પરસ્પર એકતાના વાતાવરણમાં ઉજવાય તે હેતુથી પોલીસ દ્વારા મુખ્ય રાજમાર્ગો પર ધ્યાનાકર્ષક પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ કર્મચારીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં ઉપસ્થિત રહી નાગરિકોને શાંતિ અને સુલેહ જાળવવા અપીલ કરી હતી.









































