રાજુલા ખાતે આજે સમસ્ત રાજુલા મુસ્લિમ સમાજ તથા મુસ્લિમ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ઈમામ હુસૈનની શહાદતની યાદમાં મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. “રક્તદાન એજ મહાદાન”ના સંદેશ સાથે યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લઈને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્‌યું હતું. આ રક્તદાન કેમ્પ શાહગીરા વાડી, ઘાંચી જમાત ખાના ખાતે યોજાયો હતો. કેમ્પને સફળ બનાવવા માટે નવકાર ચેરિટેબલ ટ્રસ્ટ-મહુવા દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. આજના આ બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ ૧૧૧ બોટલ લોહી એકત્રિત થયેલ હતું.