અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત મોંઘીબા મહિલા આટ્ર્સ કાલેજ, અમરેલી દ્વારા મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કાલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડા.વિલાસબેન સોરઠિયાની અધ્યક્ષતામાં અને શારીરિક શિક્ષણ વિભાગના ડા.જયશ્રી મકવાણાના માર્ગદર્શન હેઠળ હોકી, ૧૦૦મી દોડ, લોન્ગ જમ્પ, દોરડા કૂદ અને વિવિધ મનોરંજન પ્રવૃત્તિઓ યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના પ્રારંભે મેજર ધ્યાનચંદના જીવન અને રમતગમત ક્ષેત્રે તેમના યોગદાન વિશે માહિતી આપવામાં આવી હતી.









































