રાજુલા શહેરમાં દર વર્ષની પરંપરા મુજબ આગામી જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઈને રાજુલા જન્માષ્ટમી ઉત્સવ સમિતિની ખાસ બેઠક આહિર સમાજની વાડી ખાતે યોજાઈ હતી. બેઠકમાં જન્માષ્ટમી નિમિત્તે યોજાનારી શોભાયાત્રા સહિત વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમજ અગાઉના વર્ષના આયોજનની સમીક્ષા કરી આગામી ઉજવણી વધુ ભવ્ય અને શિસ્તબધ્ધ રીતે થાય તે માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું હતું.જન્માષ્ટમી પર્વ દરમિયાન વિવિધ સંસ્થાઓ અને ગ્રુપ દ્વારા કરવામાં આવતી કામગીરીને પ્રોત્સાહન આપવા ઇનામ વિતરણનું આયોજન કરાયું હતું. આગેવાનોના હસ્તે વિજેતા તથા શ્રેષ્ઠ કામગીરી કરનાર ગ્રુપને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બેઠકમાં જયંતીભાઈ જાની, જયેશભાઈ શેઠ, પ્રવીણભાઈ બાવળીયા, ભુપતભાઈ ધોળકિયા, અર્જુનભાઈ ગોહિલ સહિત સમિતિના સભ્યો તથા નગરપાલિકા પ્રમુખ મયુરભાઈ દવે, મનીષભાઈ વાળા, યુવરાજભાઈ ચાંદુ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.