તાલાલા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના બેરોકટોક વેચાણ બંધ કરાવવા તથા ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે ગીરીનામાં ચોક ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કોંગ્રેસના કાર્યકરોએ સરકાર વિરુધ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી ધરણા કર્યા હતા.
જેથી પોલીસે ધરણા પર બેઠેલા અગ્રણીઓ અને કાર્યકરોની ટીંગાટોળી કરી પોલીસ સ્ટેશન લઈ જઈ અટકાયત કરી હતી. કોંગ્રેસે તાલાલા પીઆઈ મારફતે આવેદનપત્ર આપી ગીર-સોમનાથ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવાની માંગ કરી હતી. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર રહ્યો છે. કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશ, કરશનભાઈ બારડ, નારણભાઈ ભંડેરી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.