અમરેલી વર્તુળ કચેરી ખાતે PGVCL અધિકારીઓ સાથે ઉર્જામંત્રી કૌશિક વેકરીયા, સાંસદ ભરત સુતરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવીયા,ધારાસભ્ય જનક તળાવીયા સહિતના આગેવાનોની હાજરીમાં ખાસ બેઠક યોજવામાં આવી હતી. જેમાં અમરેલી જિલ્લા અને આસપાસના વિસ્તારોના વીજ પ્રશ્નો અંગે વિગતવાર સમીક્ષા કરાઈ.બેઠકમાં નવા વીજ કનેક્શન, ટ્રાન્સફોર્મર, જૂની લાઈનો તેમજ વારંવાર થતા પાવર કટ અંગે સમીક્ષા થઈ. નાગરિકોને પડતી મુશ્કેલીઓનું સત્વરે નિરાકરણ લાવવા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. વીજ પુરવઠો નિયમિત મળે તે અંગે મિટીંગમાં ભાર મૂકવામાં આવ્યો હતો.








































