અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ૭૧ વર્ષ પ્રાચીન નાગરિક સહકારી બેંકની ચૂંટણી માટે આજે ઉત્સાહભેર અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બેંકના નવો ડિરેક્ટર મંડળ ચૂંટવા માટે કુલ ૧૩,૭૨૬ સભાસદ મતદારો નોંધાયેલા છે.સહકારી ક્ષેત્રની આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત જૂથો વચ્ચે સીધો સંગ્રામ જોવા મળી રહ્યો છે. ચૂંટણી મેદાનમાં કુલ ૨૭ ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ૧૧ મેન્ડેટેડ ઉમેદવારો અને કોંગ્રેસ પ્રેરિત ૧૧ બિન-મેન્ડેટેડ ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ સિવાય ૫ અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.










































