બગસરાના હડાળા ગામે વીજ શોકથી રાજસ્થાની યુવકનું મોત થયું હતું. બનાવ અંગે રાજસ્થાનના ઉદયપુરના વલ્લભનગર તાલુકાના ગલ્લા કી ભાગલ, અચલાના સારંગપુરા (કાનોર)ના રહેવાસી દેવીલાલ બાલુરામભાઈ મીણા (ઉ.વ. ૨૮)એ જાહેર કર્યા મુજબ, હડાળા ગામે રહેતા કમલેશભાઈ બાલુરામભાઈ મીણા (ઉ.વ. ૨૦)નું વીજશોક લાગવાથી મોત થયું હતું.