બગસરાની ઝવેરચંદ મેઘાણી હાઇસ્કૂલ ખાતે તાલુકા કક્ષાના સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તા. ૨૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સંસ્કૃત ગૌરવયાત્રા યોજાઈ હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં વિશાળ રેલી યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ સંસ્કૃતમાં સૂત્રોચ્ચાર કરી વેદ-ઉપનિષદના પુસ્તકો અને વિવિધ બેનરો સાથે જનજાગૃતિ ફેલાવી હતી. રેલીમાં મેઘાણી હાઇસ્કૂલ અને જનતા કન્યા વિદ્યાલયના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આચાર્ય વિનોદભાઈ જેઠવા, નોડલ ઓફિસર અને શિક્ષકમિત્રોએ આયોજનમાં માર્ગદર્શન આપ્યું હતું.તા. ૨૭ ઓગસ્ટે સંસ્કૃત સંભાષણ દિવસ નિમિત્તે સંસ્કૃતમાં સંવાદ તેમજ કંઠ્ય પાઠ, ચિત્ર, વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધાઓ યોજાઈ હતી. તા. ૨૯ ઓગસ્ટે સાહિત્ય ચાર્ટ અને પુસ્તક પ્રદર્શન સાથે વિવિધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.









































