અમરેલી જિલ્લામાં વહેલી સવારે એક એવી ઘટના સામે આવી છે, જેણે વનવિભાગની ચિંતા વધારી દીધી છે. રેલવે ટ્રેક પર ગુડ્‌સ ટ્રેન પસાર થઈ અને અચાનક એક સિંહ તેની અડફેટે આવી ગયો. અકસ્માત બાદ ટ્રેનને રોકવામાં આવી, પરંતુ જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે રેલવે ટ્રેક પરથી સિંહ નહીં, માત્ર તેનું પૂંછડું અને રૂંવાટી મળી આવી હતી. આ દૃશ્ય જાઈને સિંહની હાલતને લઈને અનેક સવાલો ઊભા થયા છે. ગંભીર ઈજા થઈ હોવાની આશંકા વચ્ચે સિંહ ક્યાં ગયો તે હજુ સુધી જાણી શકાયું નથી. વનવિભાગ દ્વારા આસપાસના વિસ્તારમાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ, અમરેલી જિલ્લાના લીલીયા અને દામનગર વચ્ચે આવેલા રેલવે ટ્રેક પર વહેલી સવારે આ અકસ્માત સર્જાયો હતો. લાઠી તાલુકામાં રેલવે ટ્રેકના કિલોમીટર નંબર ૧૮/૯થી ૧૮/૮ વચ્ચે આ ઘટના બની હતી. પીપાવાવ પોર્ટથી ઢસા તરફ જઈ રહેલી ગુડ્‌સ ટ્રેનની અડફેટે એક સિંહ આવી ગયો હતો. ટ્રેનની ટક્કર એટલી ગંભીર હોવાનું માનવામાં આવી રહ્યું છે કે અકસ્માત બાદ રેલવે ટ્રેક પરથી સિંહનું પૂંછડું અને રૂંવાટી મળી આવી હતી. જાકે, સિંહની ચોક્કસ Âસ્થતિ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.
સિંહ સાથે અકસ્માત સર્જાતાં ગુડ્‌સ ટ્રેનને રોકી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વનવિભાગના કર્મચારીઓએ રેલવે ટ્રેક અને તેની આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રેક પરથી સિંહનું માત્ર પૂંછડું અને રૂંવાટી મળી આવી હતી. જાકે, અકસ્માતનો ભોગ બનેલો સિંહ ત્યાં જાવા મળ્યો નહોતો. આ કારણે વનવિભાગે ઈજાગ્રસ્ત સિંહને શોધવા માટે કામગીરી શરૂ કરી છે.સૌથી મોટી ચિંતાની વાત એ છે કે ગુડ્‌સ ટ્રેનની ટક્કર બાદ સિંહ ક્યાં ગયો તેની કોઈ માહિતી મળી નથી. રેલવે ટ્રેક પર મળેલા અવશેષોને કારણે સિંહને ગંભીર ઈજા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જાકે, સિંહ મળી ન આવે ત્યાં સુધી તેની ઈજાની ગંભીરતા કે હાલત અંગે ચોક્કસ કહી શકાય તેમ નથી. વનવિભાગ દ્વારા આસપાસના વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ મળતી માહિતી મુજબ હજુ સુધી સિંહનો પત્તો લાગ્યો નથી.
આ અકસ્માતને લઈને વધુ એક મહત્વની બાબત સામે આવી છે. જે વિસ્તારમાં સિંહ સાથે અકસ્માત સર્જાયો છે, ત્યાં રેલવે સેવકો પણ ન હોવાનું જણાવવામાં આવ્યું છે. આવી Âસ્થતિમાં રેલવે ટ્રેક પર સિંહોની અવરજવર અને તેમની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. ખાસ કરીને રેલવે ટ્રેક પરથી પસાર થતાં વન્યપ્રાણીઓને અકસ્માતથી કેવી રીતે બચાવી શકાય તે મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. જાકે, આ અકસ્માત કયા સંજાગોમાં સર્જાયો અને તેને અટકાવી શકાય તેમ હતો કે નહીં તે અંગે વધુ તપાસ બાદ જ સ્પષ્ટતા થઈ શકશે.
અમરેલી જિલ્લો સિંહોની અવરજવર માટે જાણીતો છે. ગીર અને તેની આસપાસના વિસ્તારો ઉપરાંત અમરેલીના અનેક વિસ્તારોમાં સિંહો જાવા મળતા હોય છે. આવી સ્થિતિમાં રેલવે ટ્રેક પરથી સિંહોની અવરજવર દરમિયાન અકસ્માતનું જાખમ રહે છે. આ ઘટનાએ ફરી એકવાર વન્યપ્રાણીઓની સુરક્ષા અને રેલવે ટ્રેક પર જરૂરી તકેદારીના મુદ્દાને મહત્વનો બનાવ્યો છે. ખાસ કરીને સિંહોની અવરજવર ધરાવતા વિસ્તારોમાં સુરક્ષાની વ્યવસ્થા અંગે ધ્યાન આપવાની જરૂરિયાત સામે આવી છે. હાલ વનવિભાગ માટે સૌથી મોટો પડકાર અકસ્માતનો ભોગ બનેલા સિંહને શોધવાનો છે. રેલવે ટ્રેક પર માત્ર પૂંછડું અને રૂંવાટી મળ્યા બાદ સિંહ જીવિત છે કે તેની હાલત કેટલી ગંભીર છે તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી. વનવિભાગની શોધખોળ ચાલુ છે.