રાજુલા શહેરની સરસ્વતી વિદ્યાલયમાં ધોરણ-૮માં અભ્યાસ કરતા હર્ષિલ જીગ્નેશભાઈ કંડોળિયાએ તા. ૧૩ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ યોજાયેલી આર્ટ સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લાકક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ સિદ્ધિથી શાળા અને રાજુલાનું નામ રોશન કર્યું છે. આચાર્ય ક્રિષ્નાસર બારૈયાના માર્ગદર્શન અને કપિલ સરની તાલીમથી સફળતા મેળવી છે. હવે રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. શાળા પરિવાર દ્વારા હર્ષિલને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી.










































