વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે રાજ્યના વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના ૧૨ આઇએએસ અધિકારીઓ (૧૨ આઇએએસ અધિકારી) વિદેશ પ્રવાસે જવાના હોવાથી તેમની ગેરહાજરી દરમિયાન વિભાગોની કામગીરી અટકે નહીં તે માટે અન્ય અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ૧૯ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ આ અંગે આદેશ જાહેર કરવામાં આવ્યો છે.આ વ્યવસ્થા હેઠળ સામાન્ય વહીવટ, મહેસૂલ, ઉદ્યોગ, નાણાં, વિજ્ઞાન અને ટેક્નોલોજી સહિતના મહત્વપૂર્ણ વિભાગોની જવાબદારીઓ અન્ય અધિકારીઓને સોંપવામાં આવી છે. હવે સંબંધિત અધિકારીઓની ગેરહાજરી દરમિયાન આ અધિકારીઓ વધારાની જવાબદારીઓ સંભાળશે.રાજ્ય સરકારના આદેશ મુજબ, ૧૨ અધિકારીઓની ગેરહાજરીમાં નીચે મુજબના અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.૧. અંજુ શર્માના સ્થાને ટી. નટરાજન
સામાન્ય વહીવટ વિભાગનાં અધિક મુખ્ય સચિવ અંજુ શર્માની ગેરહાજરીમાં નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન જવાબદારી સંભાળશે.૨. જયંતિ એસ. રવિના સ્થાને બી. એ. શાહઃ મહેસૂલ વિભાગનાં અધિક મુખ્ય સચિવ જયંતિ એસ. રવિની ગેરહાજરીમાં જમીન સુધારણા કમિશનર અને મહેસૂલ વિભાગને લગતી જવાબદારીઓ બી. એ. શાહ સંભાળશે.
૩. મમતા વર્માના સ્થાને રાજીવ ટોપનોઃ ઉદ્યોગ અને ખાણ વિભાગનાં અધિક મુખ્ય સચિવ મમતા વર્માની ગેરહાજરીમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનોને ચાર્જ સોંપવામાં આવ્યો છે.
૪. લોચન સેહરાના સ્થાને ડા. વિનોદ રામચંદ્ર રાવઃ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ લોચન સેહરાની ગેરહાજરીમાં વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ ડા. વિનોદ રામચંદ્ર રાવ જવાબદારી સંભાળશે.
૫. રૂપવંત સિંહના સ્થાને અજય ભાદુઃ ચીફ કમિશનર આૅફ સ્ટેટ ટેક્સ રૂપવંત સિંહની ગેરહાજરીમાં ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર અજય ભાદુને ચાર્જ સોંપવામાં આવ્યો છે.
૬. સ્વરૂપ પી.ના સ્થાને મિલિંદ શિવરામ તોરવણેઃ ઉદ્યોગ કમિશનર અને ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડના ઝ્રઈર્ં સ્વરૂપ પી.ની ગેરહાજરીમાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મિલિંદ શિવરામ તોરવણે જવાબદારી સંભાળશે.
૭. પોનુગુમલા ભારતીના સ્થાને ધનંજય દ્વિવેદીઃ વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગનાં સચિવ પોનુગુમલા ભારતીની ગેરહાજરીમાં પંચાયત, ગ્રામ આવાસ અને ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીને ચાર્જ સોંપવામાં આવ્યો છે.
૮. જેનુ દેવાનના સ્થાને સંદીપ કુમારઃ નાણાં વિભાગની ખર્ચ શાખાનાં સચિવ જેનુ દેવાનની ગેરહાજરીમાં આર્થિક બાબતોના સચિવ સંદીપ કુમાર જવાબદારી સંભાળશે.
૯. અર્દ્રા અગ્રવાલના સ્થાને રાજેશ મંજુઃ સામાન્ય વહીવટ વિભાગનાં સચિવ અર્દ્રા અગ્રવાલની ગેરહાજરીમાં સ્ટેમ્પ્સ અને નોંધણી વિભાગના સુપરિન્ટેન્ડેન્ટ તથા ઇન્સ્પેક્ટર જનરલ રાજેશ મંજુને ચાર્જ સોંપવામાં આવ્યો છે.
૧૦. ડા. ધવલકુમાર પટેલના સ્થાને ડા. હર્ષિત ગોસાવીઃ ભૂસ્તરશા† અને ખાણ વિભાગના કમિશનર ડા. ધવલકુમાર કિરીટકુમાર પટેલની ગેરહાજરીમાં ગૃહ વિભાગની કાયદો અને વ્યવસ્થા શાખાના અધિક સચિવ ડા. હર્ષિત પૃથ્વીરાજ ગોસાવી જવાબદારી સંભાળશે.
૧૧. પ્રવીણા ડી. કે.ના સ્થાને ડા. કુલદીપ આર્યઃ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનનાં વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણા ડી. કે.ની ગેરહાજરીમાં ડા. કુલદીપ આર્યને ચાર્જ સોંપવામાં આવ્યો છે.૧૨. વિજયકુમાર લાલુભાઈ ખરાડીના સ્થાને નાગરાજન એમ.ઃ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર અને મત્સ્યોદ્યોગ કમિશનર વિજયકુમાર લાલુભાઈ ખરાડીની ગેરહાજરીમાં સમગ્ર શિક્ષા, ગાંધીનગરના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર નાગરાજન એમ. જવાબદારી સંભાળશે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૭ને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર રોકાણલક્ષી પ્રવૃત્તિઓને વેગ આપવા અને વિદેશી રોકાણકારો સાથે સંપર્ક વધારવા માટે પ્રયાસો કરી રહી છે. આ પૃષ્ઠભૂમિમાં અધિકારીઓના વિદેશ પ્રવાસ દરમિયાન સરકારી કામગીરી પર અસર ન પડે તે માટે વધારાના ચાર્જની વ્યવસ્થા કરવામાં આવી છે.