સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવે માંગણી કરી છે કે ‘વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ ફેસ્ટિવલસોસાયટી’એ સોસાયટી રજિસ્ટ્રેશનએક્ટ હેઠળ સ્થપાયેલી એક સ્વતંત્ર સંસ્થા છે.આ સોસાયટી દ્વારા દર વર્ષે નવરાત્રિ મહોત્સવના આયોજન પાછળ કરોડો રૂપિયાનું જાહેર ફંડ, સરકારી ગ્રાન્ટ અને કોર્પોરેટ ગૃહો પાસેથી મેળવેલ સીએસઆર ફંડ વાપરવામાં આવે છે.આ સોસાયટીરાજ્ય સરકારના મતલબ પ્રજાના ફંડમાંથી બનેલી છે અને સરકારી અધિકારી/કર્મચારીઓ દ્વારા સંચાલિત છે.આ આ સોસાયટીનો ખર્ચ પણ પ્રજાની તિજારીમાંથી થાય છે અને આથી ભારતના તમામ નાગરિકોને આ સોસાયટીના વહીવટ અંગે જાણવાનો અને માહિતી મેળવવાનો અધિકાર છે.માહિતી અધિકાર અધિનિયમ, ૨૦૦૫ની કલમ ૨(ર) અનુસાર, જાહેર નાણાંથી ચાલતી આ સોસાયટી એક સ્વતંત્ર”જાહેર સત્તામંડળ” ગણાય છે.
ચંદ્રવદન ધ્રુવે જણાવ્યું હતું કે ગુજરાત સરકારના પ્રવાસ ન કે ઉદ્યોગ અને ખાન વિભાગ દવારા બનાવેલ કોઈ સત્તાવાર સ્વતંત્ર વેબસાઇટ નથી, આ સોસાયટીના રજિસ્ટ્રેશન, બંધારણ , બોર્ડ ઓફ ગવર્નર્સ/સભ્યોની યાદી, મંજૂર મહેકમ કે વર્ષ વાઇઝ ઓડિટેડ હિસાબોની કોઈ માહિતી મૂકવામાં આવી નથી, સોસાયટીમાં કરોડો રૂપિયાનું નાણાકીય ફંડ ફાળવવામાં આવે છે તથા તેમાંથી જે ખર્ચ થાય છે તેની માહિતી/હિસાબો માટે નાગરિકો ક્્યાં અરજી કરે કે કોની પાસેથી માંગે તે અંગે કોઈ સત્તાવાર નિમણૂક જાહેર કરવામાં આવી નથી,જે પારદર્શક વહીવટનો અભાવ દર્શાવે છે.આ તમામ બાબતોનો અમલ થાય તેવા જાહેર અભિગમને દયાને લઈને ભારત સરકારના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીને ઓનલાઈન રજૂઆત કરેલ હતી. આ રજૂઆત ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગને તબદીલ કરવામાં આ વેદલ છે જયારે ગુજરાત સરકારના મુખ્યમંત્રી,પ્રવાશન મંત્રી કેબિનેટ તથા રાજ્ય કક્ષાને રજૂઆત કરેલ છે.ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દવારા ઉદ્યોગ અને ખાણ વિભાગને જરૂરી કાર્યવાહી માટે તબદીલ કરવામાં આવી છે. ગુજરાત સરકાર આ બાબતને ગંભીરતાથી દયાને લઈને ગુજરાતમાં થતા વાઈબ્રન્ટ ગરબાને લગતી સંપૂર્ણ માહિતી સરળતાથી જાઈ શકે તથા માહિતી અધિકાર હેઠળ મેળવી શકે તેવા પ્રયાસમાં આપણનુ યોગદાન મહત્વપૂર્ત સાબીત થશે.