બગસરાના નવા વાઘણીયા ગામનો ઈસમ તડીપારના હુકમનો ભંગ કરવા બદલ ઝડપાયો હતો.
હરસુખભાઇ ઉર્ફે હસમુખભાઇ રવજીભાઇ સોલંકી (ઉ.વ. ૪૮)ને છ માસ સુધી અમરેલી, બોટાદ, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના શહેર તથા ગ્રામ્ય હદ વિસ્તારમાંથી તડીપાર કરવામાં આવ્યો હતો. છતાં, કોઈ પણ જાતની લેખિત મંજૂરી વિના અમરેલી જિલ્લામાં પ્રવેશ કરી હદપારીના હુકમનો ભંગ કરતાં તે પકડાઈ ગયો હતો. આ અંગે બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી. ડી. વાળા વધુ તપાસ ચલાવી રહ્યા છે.