‘ગ્રામ અસ્મિતા યોજના’ અંતર્ગત ટી. પી. અને એમ.ટી. ગાંધી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાની નિબંધ અને
વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યુ હતુ. આ સ્પર્ધામા શાળાની વિદ્યાર્થિનીઓએ ખૂબ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ હતુ. જેમાં ચાવડા ભૂમિકાએ વક્તૃત્વ સ્પર્ધામા અને ગોહિલ ધ્રુવિતાએ નિબંધ સ્પર્ધામા બીજો નંબર મેળવીને રૂ.૭૦૦૦ – રૂ.૭૦૦૦નું ઈનામ મેળવ્યુ હતુ. બંને વિદ્યાર્થિનીઓની આ મોટી સિધ્ધિ બદલ શાળાના નિયામિકા, આચાર્ય તેમજ તમામ સ્ટાફ પરિવારે બંનેને હાર્દિક અભિનંદન આપ્યા હતા. શાળા પરિવાર વતી બંને વિદ્યાર્થિનીઓને આગળના ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી અને શાળાનું નામ રોશન કરવા બદલ આભાર વ્યક્ત કરાયો હતો.