અમરેલી બાર એસોસિએશન ખાતે ડિસ્ટ્રિક્ટ જજ રીઝવાના બુખારીની ભાવનગર ખાતે બદલી થતાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલીમાં અઢી વર્ષની તેમની કારકિર્દી દરમિયાન વકીલમિત્રો, મહિલા વકીલો તેમજ સમગ્ર ન્યાય પરિવાર સાથે તેમણે આત્મીય સંબંધો સ્થાપ્યા હતા, જે હંમેશા યાદગાર રહેશે. વિદાય સમારંભ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ ડીસ્ટ્રીકટ જજ કુ. રીઝવાના બુખારીની કામગીરી અને સૌ સાથેના આત્મીય વ્યવહારને યાદ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે અમરેલીના જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા વિકાસ અધિકારી, ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બાર એસોસિએશનના હોદ્દેદારો તથા વકીલમિત્રોએ પણ ઉપસ્થિત રહી ભાવભીની વિદાય આપી હતી. કાર્યક્રમ દરમિયાન સૌએ જજ બુખારીના ભાવનગર ખાતેના નવા કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી હતી.