તરવડા સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે તા. ૨૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ રવિવારથી પ્રથમ માસિક સત્સંગ સભાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુરુવર્ય પૂજ્ય દેવકૃષ્ણદાસજી સ્વામીની આજ્ઞા અને આશીર્વાદથી યોજાયેલી આ સભામાં આસપાસના ગામોમાંથી ૨૫૦થી વધુ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સભામાં પૂજ્ય પુરાણી કૃષ્ણપ્રિયદાસજી સ્વામીએ આશીર્વાદ પાઠવ્યા હતા, જ્યારે શાસ્ત્રી હરિસ્વરૂપદાસજી સ્વામીએ સત્સંગ કથા દ્વારા હરિભક્તોને આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું હતું. આગામી રક્ષાબંધન પર્વ નિમિત્તે સંતો દ્વારા હરિભક્તોને ઘનશ્યામ મહારાજની પ્રસાદીરૂપ રક્ષા સૂત્ર બાંધી આશીર્વાદ આપવામાં આવ્યા હતા.