અમરેલી શહેર વર્ષ૧૯૮૧માં બાયપાસ માટે જમીન સંપાદિન્‌ કરવામા આવી હતી જેમા વળતરર મળી ગયુ પણ સુધારા હૂકમની નોધ હક્ક પત્રકમાં નહી થતા મોટો લોચો માલુમ પડ્યો છે. ૪૫ વર્ષથી સુધારા હુકમ મુજબ ૭/૧૨ અને ૮અ મા ફેરફાર થયેલ નથી. સોહિલભાઈ ધાનાણી દ્વારા ખેડુતો વતી મહેસુલ સચિવ અને કલેકટરને રજુઆત કરવામા આવી છે. અરજીમા જણાવ્યા મુજબ જમીનના ક્ષેત્રફળમા ખેતી વિગતો દર્શાવાય છે. બાયપાસ રોડ હાલમાં રાષ્ટ્રીય ધોરી માર્ગ ૩૫૧-G તરીકે ઓળખાય છે. સરકાર હસ્તકની જમીનમાં પણ સાચી સ્થિતિ ન દર્શાવાતા ઘણી મુશ્કેલી ઊભી થઈ છે. વારસાઈ નોંધ અને ભાઈઓ વચ્ચે વહેચણી થતા મામલો ખુબજ કોમ્પ્લીકેટેડ બની ગયો છે. ડીએલઆર મારફત હદ નિશાન નક્કી કરવામા આવે તેવી માંગ કરાઇ છે. રજુઆતમા જણાવ્યુ કે રોડ સેન્ટ્રલ લાઈનમા બન્યો છે કે આઘો પાછો તેની શંકા છે. આ બાબતે મામલતદાર, પ્રાંતઅધિકારી અને ડીએલઆરને નકલ રવાના કરાઈ છે. જલદીથી હુકમ કરી ૭/૧૨ સુધારી આપવા ખેડૂતોની માગણી છે.