દિલ્હી જલ બોર્ડ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડરમાં કથિત અનિયમિતતાઓ અને ભ્રષ્ટાચારના સંબંધમાં ધરપકડ કરાયેલા આમ આદમી પાર્ટી નેતા સત્યેન્દ્ર જૈનને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમની જામીન અરજીની સુનાવણી કોર્ટમાં થઈ હતી. કોર્ટે સત્યેન્દ્ર જૈનની જામીન અરજી પરનો નિર્ણય ૩ સપ્ટેમ્બર સુધી અનામત રાખ્યો છે. ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ ૧૮ ઓગસ્ટના રોજ ભૂતપૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન સહિત છ આરોપીઓની ધરપકડ કરી હતી.બુધવારે, સત્યેન્દ્ર જૈનને ૧૪ દિવસ માટે જેલમાં મોકલવામાં આવ્યા હતા. રાઉઝ એવન્યુ કોર્ટે જૈન અને ભૂતપૂર્વ સીઇઓ ઉદિત પ્રકાશ રાય સહિત પાંચ અન્ય આરોપીઓને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા. આ કેસના અન્ય મુખ્ય આરોપી અને જલ બોર્ડના ભૂતપૂર્વ કરાર સલાહકાર અંકિત શ્રીવાસ્તવને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓમાં ભૂતપૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન, દિલ્હી જલ બોર્ડના ભૂતપૂર્વ ઉદિત પ્રકાશ રાય, નાગેન્દ્ર યાદવ, રાજા કુમાર કુર્રા અને પંકજ વર્માનો સમાવેશ થાય છે. પાંચેયને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. તપાસ એજન્સી તેમની વધુ પૂછપરછ કરી શકે અને પુરાવા એકત્રિત કરી શકે તે માટે એસીબીની વિનંતી પર અંકિત શ્રીવાસ્તવને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવી હતી.સુનાવણી દરમિયાન, આરોપીઓએ તેમની ધરપકડને પડકારી હતી. સત્યેન્દ્ર જૈનના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે ૧૦ મે, ૨૦૨૪ ના રોજ હ્લૈંઇ દાખલ થયાના ૨૭ મહિના પછી, ૫ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ તેમને પ્રથમ સમન્સ પાઠવવામાં આવ્યા હતા અને મંગળવારે બીજા ફોન કોલ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ ધરપકડ કર્યા વિના જ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. હાલની ધરપકડ ઈડ્ઢ ની ચાર્જશીટની નકલ કરીને કરવામાં આવી છે. વકીલે દાવો કર્યો હતો કે ધરપકડને યોગ્ય ઠેરવવા માટે કોઈ નક્કર પુરાવા ઉપલબ્ધ નથી.
ભૂતપૂર્વ સીઆઇઓ ઉદિત પ્રકાશ રાયના વકીલે પણ ધરપકડનો વિરોધ કર્યો હતો, એમ કહીને કે તેમના ક્લાયન્ટ હાલમાં મિઝોરમ સરકારમાં સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. અન્ય આરોપીઓના વકીલોએ પણ ધરપકડના કારણો પર સવાલ ઉઠાવ્યા હતા, દલીલ કરી હતી કે પૂરતા પુરાવાના અભાવે તેમની અટકાયત ગેરવાજબી હતી. જાકે, કોર્ટે એસીબીની દલીલો સ્વીકારી અને ન્યાયિક અને પોલીસ કસ્ટડીનો આદેશ આપ્યો.
મે ૨૦૨૪ માં એસીબી દ્વારા વિજિલન્સ ડિરેક્ટોરેટની ફરિયાદ પર આ કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદમાં દિલ્હી જલ બોર્ડના ૧૦ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના વિસ્તરણ અને નવીનીકરણ માટે ટેન્ડર પ્રક્રિયામાં મોટા પાયે અનિયમિતતાઓ, ટેન્ડરની શરતોમાં હેરાફેરી, ગુનાહિત કાવતરું અને કરોડો રૂપિયાના કૌભાંડના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. તપાસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, એક વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી હતી, જે સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને ખાનગી વ્યÂક્તિઓની ભૂમિકાની વ્યાપક તપાસ કરી રહી છે.એસીબી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૧૦ મે, ૨૦૨૪ ના રોજ વિજિલન્સ ડિરેક્ટોરેટની ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસમાં ટેન્ડર પ્રક્રિયા અને વિવિધ પ્રોજેક્ટ્‌સ માટે બનાવટી બિલો સંબંધિત અસંખ્ય કૌભાંડો બહાર આવ્યા હતા. આમાં ખરેખર કોઈ કામ કર્યા વિના ઇન્વોઇસ સબમિટ કરીને કરોડો રૂપિયાની ચુકવણી મેળવવાના આરોપો પણ હતા.