ભેંસ ખરીદીને પૈસા ન ચૂકવવા બદલ ભાવનગરના ખેડૂત સામે સાવરકુંડલામાં ફરિયાદ નોંધાઈ હતી. વસીમભાઇ યુનુસભાઇ મલેક (ઉ.વ.૪૬)એ ભાવનગરના ભરતભાઇ બોઘાભાઇ ડાભલીયા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે અગાઉ આરોપી સાથે બે વખત ઉધારમા ભેંસ વેચાતી આપી હતી અને સમયસર પૈસા આપી દીધા હતા. જેથી તેમને આરોપી પ્રત્યે વિશ્વાસ બંધાતા તા.૦૭/૦૩/૨૦૨૫ ના રોજ તેમના તબેલેથી ભેંસ નંગ-૦૧ કિ.રૂ.૧,૪૦,૦૦૦ ની આરોપીને ઉધારમા ભેંસ વેચાતી આપી હતી. તેમના બાકી નીકળતા રૂ.૧,૪૦,૦૦૦ આરોપીએ આજદિન સુધી નહીં આપી તેમની સાથે વિશ્વાસઘાત કર્યો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જયસુખભાઇ લખમણભાઇ મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.










































