વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા અધ્યક્ષ વિજયભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા સહ મંત્રી રશ્મિનભાઈ ત્રિવેદી અને જિલ્લા કોષાધ્યક્ષ ડો. પંકજભાઈ ત્રિવેદીની ખાસ ઉપસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા જમ્મુ સ્થિત બાબા બુઢા અમરનાથ સાહસિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલીથી યાત્રાળુઓનું નાગદેવતા મંદિરના મહંત હાર્દિકગિરી બાપુના હાથે શ્રીફળ અને સાકર પડા આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌરાષ્ટ્ર પ્રાંતના નિધિ પ્રકોષ્ઠ હંસાબેન મકાણી, સત્સંગ સંયોજિકા રમીલાબેન પટોળીયા સહિત અમરેલી નગરમંત્રી પંકજભાઈ કાનાણી, બજરંગ દળ સહ સંયોજક મયુરભાઈ જેઠવા, ગૌ સેવા સહ સંયોજક આશિષ જોષી, માતૃ શક્તિ સંયોજિકા આરતીબેન ચોવટિયા, પૂર્વીબેન ગોહિલ, સેવા સંયોજિકા હિરાબેન ભુવા સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.







































