બગસરા એસટી ડેપો મેનેજર અને પેસેન્જર એસોસિએશન દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભાવિકો અને લોકોની સવલત માટે શરૂ કરવામાં આવેલી બગસરા-સોમનાથ બસ સેવા શરૂ થયાના બે જ દિવસમાં કંડક્ટર ૩૫ મિનિટ લેટ આવવાના કારણે મોડી ઊપડતાં લોકો અને ભાવિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ કેસની વિગત મુજબ, સવારે ૬ઃ૩૦ વાગ્યે ઊપડતી આ બસને ડ્રાઇવરે પોતાની નૈતિક ફરજના ભાગરૂપે ૬ઃ૨૦ વાગ્યે જ પ્લેટફોર્મ પર મૂકી દીધી હતી. પરંતુ ફરજ પરના કંડક્ટર ૩૫ મિનિટ મોડા આવતાં બસ ઉપાડવામાં વિલંબ થયો હતો. જેથી મુસાફરો દ્વારા પોતાની મરજી મુજબ નોકરી કરતા આવા કંડક્ટર સામે ડેપો મેનેજર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.










































