કે.કે. હાઈસ્કૂલ, સાવરકુંડલા ખાતે વિદ્યાર્થીઓમાં ઓનલાઇન ગેમિંગના વધતા અતિરેક સામે જાગૃતિ લાવવાના હેતુથી ‘ઓનલાઇન ગેમિંગના જોખમો અને સાવચેતી’ વિષય પર કાર્યક્રમ યોજાયો હતો. પ્રાર્થના હોલમાં યોજાયેલા કાર્યક્રમનું સંચાલન સાયન્સ ટીચર તૃપ્તિબેન ભરાડે કર્યું હતું. વક્તા ચેતનકુમાર ગુજરીયાએ ઓનલાઇન ગેમિંગની લતથી થતા શૈક્ષણિક, સામાજિક અને માનસિક નુકસાન અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે અજાણ્યા લોકો સાથે સંપર્ક ન કરવા, અંગત માહિતી ગુપ્ત રાખવા અને ભ્રામક લિંક્સથી સાવચેત રહેવા જણાવ્યું હતું. વિડિયો નિદર્શન દ્વારા સાયબર સુરક્ષા અંગે સમજ આપવામાં આવી હતી. અંતે વિદ્યાર્થીઓએ ટેક્નોલોજીનો સુરક્ષિત ઉપયોગ કરવાનો સંકલ્પ લીધો હતો.