અમરેલી ખાતે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગજેરા કેમ્પસ સંચાલિત વિદ્યાસભા પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને જ્ઞાનશક્તિ સ્કૂલ ખાતે વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ એશિયાટિક સિંહોના સંરક્ષણ, વન્યજીવોના રક્ષણ અને પર્યાવરણ જાળવણી અંગે પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલી યોજાઈ હતી, જેમાં સિંહ સંરક્ષણ અને વન્યજીવ બચાવવાના સંદેશ સાથે વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ વિદ્યાર્થીઓને વનરાજ અને પ્રકૃતિ સંરક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ તથા મનસુખભાઈ ધાનાણીએ સૌને અભિનંદન પાઠવ્યા હતા.



































