લીલીયા મોટા ખાતે આવેલ અટલ ધારા કાર્યાલય ખાતે સરકારના આરોગ્ય વિભાગ દ્વારા અમલમાં મુકાયેલા “પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન” અંતર્ગત ટીબીના દર્દીઓને પોષણ સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાતા ઘનશ્યામભાઈ મુલસાણીયાના સહયોગથી લીલીયા તાલુકાના કુલ ૩૦ ટીબીના દર્દીઓને વિનામૂલ્યે પોષણ સહાય કીટ આપવામાં આવી હતી. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટીબીના દર્દીઓને સારવાર દરમિયાન યોગ્ય પોષણ મળી રહે અને તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવા હેતુથી આ સહાય કરવામાં આવી હતી. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા દાતાઓ અને સેવાભાવી સંસ્થાઓને સહયોગ આપવા અપીલ કરી હતી. આ પ્રસંગે જીગ્નેશ સાવજ, આનંદ ધાનાણી સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.











































