જૂનાગઢ ANTF વિંગે ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામેથી ૩૫૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે મહમદ ફતેહમહમદ રિન્દબલોચ નામના શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રૂ. ૧૭,૫૦૦નો ગાંજો અને રૂ. ૫૦૦નો એક મોબાઈલ મળી કુલ રૂ. ૧૮,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ કેસની વિગત મુજબ, ANTF જૂનાગઢને મળેલી ચોક્કસ બાતમીના આધારે દ્રોણ ગામમાં કોળી સમાજની વાડી પાછળ આવેલ મહમદ ફતેહમહમદ રિન્દબલોચનાના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન તેના કબજામાંથી ૩૫૦ ગ્રામ ગાંજો મળી આવતાં પોલીસે તેની સામે NDPSએક્ટની કલમ ૮(સી) અને ૨૦(બી)(૨)(એ) મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે ઉના-ગીરગઢડા વિસ્તારમાં છેલ્લા બે મહિનામાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર કારોબાર સામે પોલીસ દ્વારા કરવામાં આવેલી આ ત્રીજી કાર્યવાહી છે.











































