અમરેલી તાલુકા હેલ્થ ઓફિસ ખાતે ટીબીના દર્દીઓ માટે પોષણક્ષમ આહારની ન્યુટ્રિશન કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. ટીબીના દર્દીઓને ઝડપી સ્વસ્થતા અને યોગ્ય પોષણ મળી રહે તે હેતુથી આ વિતરણ વ્યવસ્થા કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં નારી હોસ્પિટલ અમરેલીના ડો. ચિરાગ કુબાવત અને ડો. હિમ પરીખ દ્વારા દર્દીઓને ન્યુટ્રિશન કીટ અર્પણ કરવામાં આવી હતી. આ ઉમદા પહેલમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન RCHO ડો. સિંઘ, જિલ્લા ક્ષય અધિકારી ડો. કુરેશી, ડો. પરીખ અને ડો. ચિરાગ કુબાવત , ભાવેશ ગજેરા, સંજય ત્રવેદીસ, રોહિત કાબરીયા સહિત આરોગ્ય સ્ટાફ હાજર પણ રહ્યો હતો. ઉપસ્થિત તબીબોએ દર્દીઓને નિયમિત દવાઓ લેવાની સાથે યોગ્ય પોષણ મેળવવા અંગે માર્ગદર્શન પણ પૂરું પાડ્‌યું હતું.