લુણસાપુર ખાતેની ઇન્ડો એશિયા કોપર લિમિટેડ કંપનીમાં ૧૫ ઓગસ્ટના રોજ દેશના ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કંપનીના ડાયરેક્ટર હરેશ વોરા, મેહુલભાઈ સાપરીયા, લુણસાપુર ગ્રામ પંચાયતના સરપંચ પ્રકાશભાઈ કોટીલા, શિવરાજભાઈ કોટીલા, રાજુલા નાગરિક બેંકના ચેરમેન વિજયભાઈ કોટીલા, સમાજ અગ્રણી ધીરુભાઈ ખુમાણ સહિત આસપાસના ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ, શ્રમિકો તથા અન્ય સ્ટાફ સભ્યોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ દરમિયાન રાષ્ટ્રધ્વજને સલામી આપીને સામુહિક ‘વંદે માતરમ’ અને રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશના શહીદોને શ્રધ્ધાપૂર્વક યાદ કરી દેશના વિકાસ અને પ્રગતિમાં સૌના યોગદાનની ભાવના વ્યક્ત કરી હતી.