બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સજા વોરંટના કામે નાસતા આરોપીને અમરેલી એસઓજી ટીમે ઝડપી પાડ્‌યો હતો. પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાબરા
શહેરમાંથી ભાવેશભાઈ મનસુરભાઈ જોષી ઉંમર વર્ષ ૩૩, ધંધો વેપાર, રહે બાબરા, ભગવતીપરા, તા. બાબરા, જી. અમરેલીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી વિરૂધ્ધ રાજકોટ કોર્ટનો સજા વોરંટ હતો. આરોપીને આગળની કાર્યવાહી માટે બાબરા પોલીસ સ્ટેશન ખાતે સોપી દેવામાં આવ્યો છે.