અમરેલી બસ સ્ટેશન ખાતે સાંસદ ભરત સુતરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, વિભાગીય નિયામક ભાવેશ પટેલ, પરિવહન અધિકારી ખાંભલા, અમરેલી ડેપો મેનેજર દવે સહિત
એસ.ટી.ના અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. બસ સ્ટેશન પરિસર સહિત આસપાસના વિસ્તારોમાં ગંદકી કચરો એકત્ર કરાયો હતો. આમ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વે અધિકારીઓએ અને પદાધિકારીઓ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી લોકોને સ્વચ્છતા અંગેનો સંદેશો આપ્યો હતો.