આયુષ્યમાન આરોગ્ય મંદિર વડેરા ખાતે રંગપુર અને વડેરા ગામના વાડી વિસ્તારમાં રહેતી સગર્ભા બહેનો માટે પ્રાથમિક આરોગ્ય તપાસ કાર્યક્રમ યોજાયો હતો. આ તપાસ દરમિયાન બહેનોના વજન, ઊંચાઈ, BMI ની ચકાસણી કરવામાં આવી હતી તેમજ ધનુરની રસી આપવામાં આવી હતી. વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણી અંતર્ગત મમતા દિવસ પ્રસંગે ઉપસ્થિત તમામ સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓને બાળકના સારા સ્વાસ્થ્ય માટે સ્તનપાનના ફાયદાઓ વિશે વિગતવાર આરોગ્ય શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું.આ વિશેષ કાર્યક્રમ દરમિયાન ૧૦ સગર્ભા બહેનોને આયુષ્યમાન આરોગ્ય મંદિર વડેરા દ્વારા પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાના સ્થાનિક સ્ટાફ સપનાબેન રાણવા, કે. બી. દુધાત, ડી. જી. રાજ્યગુરુ, બીલકીસબેન ભટ્ટી અને કાજલબેન જાદવે ભારે જહેમત ઉઠાવી હતી.









































