સાવરકુંડલાની એસ. વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલમાં પ્રિ-ઈન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે ૦૫-૦૮-૨૦૨૬ ના રોજ દેશભક્તિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થિનીઓમાં રાષ્ટ્ર પ્રેમ અને સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન પ્રત્યે આદરની ભાવનાને જાગૃત કરવાનો હતો.
કાર્યક્રમની શરૂઆત ભારત માતાના ચિત્ર સમક્ષ દીપ પ્રજ્વલન તથા રાષ્ટ્રગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી, જેમાં ૯૦ બહેનોએ ભાગ લીધેલ હતો. તેમને સ્પર્ધાને અંતે ચિત્રોને એકથી ત્રણ નંબર આપવામાં આવેલ હતા. શાળાનાં આચાર્ય ઉષાબેન તેરૈયાએ સ્વાતંત્ર્ય દિવસનું મહત્વ
સમજાવીને વિદ્યાર્થીઓને જવાબદાર અને જાગૃત નાગરિક બનવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના આયોજનમાં શાળાના શિક્ષિકા સંગીતાબેન પરમાર તથા સમગ્ર સ્ટાફે ભાગ લીધેલ હતો.