ભેસાણ તાલુકાના ડમરાળા ગામના બે યુવાનોના વિચારથી શરૂ થયેલી હરિયાળી અભિયાન આજે સમગ્ર ગામની જનભાગીદારીનું પ્રેરણાદાયી ઉદાહરણ બન્યું છે. ગામના યુવાનો અને ગ્રામજનોએ માત્ર ત્રણ દિવસમાં ૧,૦૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી છે.
વૃક્ષારોપણ દ્વારા હરિયાળો વિસ્તાર ઉભો કરવાની સાથે અબોલ જીવ-પક્ષીઓને પણ સુરક્ષિત આશરો મળે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગામના લોકોમાં પણ આ અભિયાનને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પહેલ અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની છે.







































