અમરેલી તાલુકાના બાબાપુર ગામમાં છેલ્લા ત્રણ મહિનાથી વિવિધ વિકાસના કામો ઝડપથી ચાલી રહ્યા છે. રાજયમંત્રી કૌશિકભાઈ વેકરીયાના સતત પ્રયાસોને કારણે ગ્રામ પંચાયતના સરપંચ અરવિંદભાઈ ચાવડા, ઉપસરપંચ સાગરભાઈ ગોંડલીયા તેમજ સભ્યો સુરેશભાઈ ચાવડા, કાળુભાઈ રાદડિયા અને પ્રવીણભાઈ ચાવડાના પ્રયાસોથી ગામમાં વિકાસને નવી દિશા મળી રહી છે. ગામમાં સિમેન્ટ રોડ સહિતના અનેક કામો હાલ પૂરજોશમાં ચાલી રહ્યા છે. વિકાસના કામો આગળ વધતા ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. લાંબા સમયથી જરૂરી ગણાતા કામો હવે ઝડપથી પૂર્ણ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે વિકાસના કામોથી ગામની સુવિધાઓમાં વધારો થશે અને લોકોને રોજિંદા જીવનમાં પણ મોટી રાહત મળશે. ગામમાં ચાલી રહેલી કામગીરીથી લોકોમાં સંતોષ જોવા મળી રહ્યો છે.










































